Monday, August 02, 2021

रिवर्सिबल प्लाऊ या पलटी प्लाऊ पलटी नही खा रहा है या बीच मे से वापस आ रहा है। Reversible plough problem. Palti plough problem or hydraulic plough problem. #reversibleploughproblem #ploughreversingproblem

किसान दोस्तो
आज कल अच्छी खेती करने के लिए पल्टी प्लाऊ या पल्टी नांगर चलाना बहोत ही आवश्यक हो गया है क्योंकि उससे हमारा समय और ईंधन दोनो बचता है।
आज में आपको पल्टी नांगर या तो रिवर्सिबल प्लाऊ  यानी पलटी पलाऊ पल्टी क्यो नही कर रहा है या आधा घूम के वापस क्यो आ रहा है उसका एक सफल उपाय आपको बताने वाला हु। 
आप नीचे दिए गए वीडियो में देख पाएंगे कि सिलिंडर के बॉक्स में दिए गए छोटे से एलन स्क्रू को सेट करने से कैसे आपकी प्रॉब्लम सॉल्व हो जाती है।



इस वीडियो को पूरे ध्यान से देखे ओर उसमे बताये गए तरीके से आप स्क्रू के सेट करेंगे तो आपका प्लाऊ आराम से पल्टी हो जाएगा।
साथ मे कुछ और बाते भी आपको ध्यान में रखनी है वह ये है कि 
1. आपके ट्रेक्टर का हाइड्रोलिक आयल लेवल पूरा होना चाहिए
2. आपके प्लाऊ के हाइड्रोलिक नली का फिटिंग यानी मेल फीमेल का फिटिंग प्रोपर होना चाहिए।
ओर अगर ये सब बराबर है और फिरभी आपको कुछ तकलीफ आ रही है तो आप ने जहाँ से प्लाऊ खरीदा है उस विक्रेता या उत्पादक का संपर्क कर के आपके प्लाऊ को फिर से पहले जैसा अच्छा कर सकते है।
धन्यवाद
आपका आभारी
विनोद गज्जर

Thursday, February 11, 2021

ખેતી માં વપરાતા પાવર વિડર કે પાવર ટીલર ની વિસ્તૃત માહિતી.

પાવર વિડર કે પાવર ટીલર શુ છે?
અત્યારે ખેતીમાં વપરાતા ઘણા બધા સાધનો કે જેનું મુખ્ય કામ ખેડવું, વાવવું, નિંદામણ કરવું,પાણી સિંચાઈ કે પછી પાકની કાપણી હોય આ તમામ કાર્ય માટે નાના મોટા સાધનોની જરૂર પડતી હોય છે. નાના કામ માટે ના સાધનો અને મોટા કામ માટે મોટા સાધનો એ પ્રમાણે અત્યારે ખેડૂતો સાધનો વસાવતા હોય છે.
આજે આપણે આવા જ એક સાધન કે જેને આપણે પાવર ટીલર કે પાવર વીડર કહીએ છીએ તે અંગેની વિસ્તૃત માહિતી અને વાતો કરવી છે તો મિત્રો પાવર વિડર કે પાવર ટીલર શું છે એ આપણે સમજીશું.
અહીં આપના રેફરન્સ માટે ૯ હો.પા. પાવર વિડર (ડીઝલ) નું ચિત્ર આપેલ છે.
પાવર વિડર મોટે ભાગે 2 હો.પા થી માંડી ને 15 હો.પા સુધી ના હોય છે. તેમાં પેટ્રોલ કે ડીઝલ એન્જીન માં ઉપલબ્ધ હોય છે. ક્યારેક બ્રશ કટર ના 2 સ્ટ્રોક કે 4 એન્જીન ને  નાની ફ્રેમ પર ગોઠવીને પણ નાના વિડર બનાવી શકાય છે. વિડર કે ટીલર ને દોરી ખેંચી ને કે બેટરીથી સેલ્ફ સ્ટાર્ટ કરી શકાય છે. વિડર નું હેન્ડલ જરૂરિયાત મુજબ ઊંચું નીચું કે આગળ પાછળ કરી શકાય છે.
ક્યાં ક્યાં સાધનો જોડી શકાય??
વિડર કે ટીલર માં તમે નીચે જણાવેલ સાધનો અને તે ઉપરાંત ખેડૂતો એ જાતે વિકસાવેલા ઘણા બધા સાધનો જોડી ને કામ કરી શકાય છે. માર્કેટ માં હાલ માં ઉપલબ્ધ સાધનો નીચે મુજબ છે.
1. રોટરી કલ્ટીવેટર ( PTO)
2. રિજર ( PTO)
3. કલ્ટીવેટર 3 કે 5 દાંતા.
4. ફરો રિજર ( સાદું)
5. પ્લાઉ
6. વોટર પમ્પ
7. દવા છાંટવાનો પમ્પ
8. રાંપ
9. બટાકા કાઢવાનું ડિગર
10. ટ્રોલી
11. વાવાણિયો ( પેરણી)
આ ઉપરાંત ઘણા બધા સાધનો નો જોડી શકાય છે. 
સરકારી સહાય માટે ની યોજના - સબસીડી
ખેડૂતો ને સહાયથી વિડર વસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ઘણી યોજનાઓ હેઠળ સબસીડી મળી શકે છે. જેમાં સહાયની રકમ મહિલા કે પુરુષ અથવા જાતિ આધારિત સામાન્ય ફેરફાર ને પાત્ર હોય છે. 
હાલ માં સહાય ની જે રકમ છે તે નીચે મુજબ છે. (સદર માહિતી સરકાર ના આઈ ખેડૂત પોર્ટલ પરથી આજરોજ તા. 26.12.2020 ના રોજ લેવામાં આવેલ છે તે મુજબ છે , ભવિષ્ય માં આમ ફેરફાર થાય શકે છે, ચોક્કસ માહિતો માટે www.ikhedut.gujarat.gov  પર મળી રહેશે.)
સહાય કેટલી મળશે?
પાવર ટીલર • ટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા: કુલ ખર્ચ ના ૪૦-૫૦% અથવા રૂ. ૧૬-૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા: કુલ ખર્ચ ના ૪૦-૫૦ % અથવા રૂ. ૨૨-૨૮ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે *પાવર વીડર • એન્જીન ઓપરેટેડ ૨ એચ.પી. થી નીચે: કુલ ખર્ચના ૪૦-૫૦% અથવા રૂ. ૨૦-૨૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે • એન્જીન ઓપરેટેડ ૨ થી ૫ એચ.પી. સુધી: કુલ ખર્ચના ૪૦-૫૦% અથવા રૂ. ૩૦-૩૫હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. • એન્જીન ઓપરેટેડ ૫ એચ.પી. થી વધુ: કુલ ખર્ચના ૪૦-૫૦% અથવા રૂ. ૫૦-૬૩ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે* • ટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા: કુલ ખર્ચ ના ૪૦-૫૦% અથવા રૂ. ૨૦-૨૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા: કુલ ખર્ચ ના ૪૦-૫૦% અથવા રૂ. ૩૦-૩૫હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે • વીડર (પીટીઓ ઓપરેટેડ) ૩૫ બી. એચ. પી. થી વધુ થી ચાલતા: કુલ ખર્ચ ના ૪૦-૫૦% અથવા રૂ. ૬૦-૭૫હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે.
અરજી ક્યારે કરી શકાય અને કોણ કરી શકે?
 રાજ્ય સરકાર દ્વારા દર વરશે એપ્રિલ મહિના માં એક કે બે માસ માટે પોર્ટલ પર અરજી સ્વીકારવામાં આવે છે , આ સમય દરમ્યાન  જે ખેડૂત હોય અને ખેતી લાયક જમીન ધરાવતા હોય અને ભૂતકાળ માં 5 કે 7 વરસ માં જે સાધન માટે સહાય નો લાભ ન લીધો હોય તે સાધન ની સહાય માટે અરજી કરી શકે છે. અરજી ઓનલાઈન કરવાની હોય છે અને જો ટાર્ગેટ કરતા વધારે અરજીઓ આવે તો તેનો ડ્રો કરીને લાભાર્થી ને પસંદ કરવામાં આવે છે. 
અરજી કરવા નીચે ની લિંક પાર ક્લિક કરો.
કયું વિડર લેવાય?
અત્યારે માર્કેટ માં ઘણી બધી બ્રાન્ડેડ, નોન બ્રાન્ડેડ, લોકલ, ચાઈનીઝ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ના ટીલર વિડર બજાર માં મળે છે, પરંતુ જે વિડર નો ભાવ યોગ્ય હોય અને સર્વિસ સારી મળતી હોય તથા તેના સ્પેરપાર્ટ સરળતાથી મળી તહેતા હોય તેવા વિડર ની પસંદગી કરવી જોઈએ સાથે સાથે તે વિડર ચલાવવામાં સરળ હોય, વાઈબ્રેશન ઓછું હોય અને ડીઝલ નો વપરાશ ઓછો કરતું હોય તેવું વિડર પસંદ કરવું જોઈએ. 

અત્યારે ઘણી બધી કંપનીઓ ના વિડર ટીલર માર્કેટ માં મળે છે જેમ કે

વી એસ ટી
હોન્ડા
હસ્ક વરના
જ્યોર્જ માઇજો
ટેક્સાસ
કિસાન ક્રાફટ

અને આ ઉપરાંત ઘણી નોન બ્રાન્ડેડ કંપનીઓ પણ છે.

મિત્રો જો આપને આ સિવાય બીજી કોઈ માહિતી જોઈએ તો કોમેન્ટ માં જરૂર જણાવશો..

ધન્યવાદ
વિનોદ ગજ્જર