મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને તાલિમ દરમ્યાન એક થાંભલાની ઊંચાઈ માપવાનું કહેવામાં આવ્યું.
નિસરણી અને માપપટ્ટી લઈને તેઓ મંડી પડ્યા થાંભલાની ઊંચાઈ માપવા. ક્યારેક માપપટ્ટી પડી જાય તો ક્યારેક નિસરણી હટી જાય!
એક એન્જિનિયર આ ખેલ જોતો હતો તે આવ્યો અને તેણે થાંભલાને આડો પાડી, જમીન પર સુવડાવીને માપપટ્ટીથી માપ લીધું અને ફરી થાંભલાને તેની જગ્યાએ ગોઠવીને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને કહ્યુ જુઓ આમ થાય!અને પોતાને કામે લાગી ગયો.
એન્જિનિયરના ગયા પછી એક મેનેજમેન્ટનો વિદ્યાર્થી બીજા ને કહે છે જોયું, આવ્યો મોટો એન્જિનિયર!; જોર જોરથી હસતાં હસ્તાં..
ડફોળને એટલી ખબર પડતી નથી કે અહીં ઊંચાઈ માપવાની હતી અને તેણે લંબાઈ માપી!
બોધ: એન્જિનિયર ગમે તેટલું સારું કામ કરશે, મેનેજર & etc........ તેમાંથી ભૂલો જ કાઢશે!
No comments:
Post a Comment